Circle
Pendidikan | 3.5MB
નમસ્કાર મિત્રો,
ઘણા સમય પછી આ નવી એપ આપના માટે લાવ્યો છું.જે અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વાર બની હશે.
ગણિત વિષયમાં એમાયે, વર્તુળ જેવા ભૌમિતિક પ્રકરણમાં બાળકો ખુબ ભૂલ કરે છે અને યાદ પણ રેહતું નથી.તથા આવા પ્રકરણથી દૂર ભાગે છે.આવા પ્રકરણમાં આવતા દાખલાની ગણતરી જાતે કરી શકતા નથી.તે માટે ખુબ મ્હાવ્રની જરૂર છે.આ માટે આ એપ્લીકેશન ખુબ જ ઉપયોગી રેહશે.કારણ કે, આ એપમાં તમે નીચેની તમામ સુવિધાઓ તદ્દન મફત મેળવશો.જેનો ઉપયોગ કરશો અને કરાવશો.અને એપ શેર કરશો.
વર્તુળ, વર્તુળના કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ, જીવા, પરિધ, ક્ષેત્રફળની સચિત્ર આકૃતિ સાથેની સમજ
તમામના અંગ્રેજી નામ સાથેના અર્થ અને સંજ્ઞા
તમામ વ્યાખ્યાયિત પદોના વપરાતા સૂત્રો
એકમના રૂપાંતર માટેની યાદી
ધો. 5 થી 8 સુધીના તમામ ધોરણોમાં વતૃળ, ત્રિજ્યા, વ્યાસ, પરિધ અને ક્ષેત્રફળને લગતા તમામ દાખલાઓની પગથીયા વાર ગણતરી જેમ કે,
ત્રિજ્યા પરથી વર્તુળનો વ્યાસ, વ્યાસ પરથી વર્તુળની ત્રિજ્યા,
ત્રિજ્યા આપી હોય ત્યારે વર્તુળનો પરિઘ, વ્યાસ આપ્યો હોય ત્યારે વર્તુળનો પરિઘ,
ત્રિજ્યા આપી હોય ત્યારે વર્તુળનું ક્ષેત્રફળ, વ્યાસ આપ્યો હોય ત્યારે વર્તુળનું ક્ષેત્રફળ,
પરિઘ આપ્યો હોય ત્યારે વર્તુળનું ક્ષેત્રફળ, પરિઘ આપ્યો હોય ત્યારે વર્તુળની ત્રિજ્યા,
પરિઘ આપ્યો હોય ત્યારે વર્તુળનો વ્યાસ, ક્ષેત્રફળ આપ્યું હોય ત્યારે વર્તુળની ત્રિજ્યા,
ક્ષેત્રફળ આપ્યું હોય ત્યારે વર્તુળનો વ્યાસ, ક્ષેત્રફળ આપ્યું હોય ત્યારે વર્તુળનો પરિધ